ભાસ્કર એક્સક્લુસિવ: બોલીવુડ શૂટમાં ગોવા ગયેલા ફોટોગ્રાફરનો અવાજ Alથી રેકોર્ડ કરી રેપ કેસની ધમકી
સાઇબર ક્રાઇમ: ડિજિટલ એરેસ્ટ પછી AI ક્લૉન વોઇસ ક્લિપ મોડસ ઓપરેન્ડી
ફોટોગ્રાફરના અવાજમાં માતા-પિતાને કોલ, ભૂલ થઈ, બચાવી લો
ડિજિટલ એરેસ્ટ પછી હવે રૂપિયા પડાવવાનો કિમીયો સામે આવ્યો છે.
એઆઈની મદદથી ક્લૉન વોઇસની ક્લીપ બનાવી સાઈબર ભેજાબાજોએ બોલીવુડની જાણીતી મ્યુઝિક કંપનીના વડોદરાના પાંચ ફોટોગ્રાફરને ટાર્ગેટ કર્યા હતા. ગોવાથી ફોટોગ્રાફરના અવાજનો ઉપયોગ કરી તે રેપ કેસમાં ફસાયો છે, ભૂલ થઈ ગઈ મને બચાવી લો.ની ક્લીપ બનાવી રૂ. 15 લાખની માગણી કરાઈ હતી.
સાઇબર એક્સપર્ટ અર્જુન શર્માએ કહ્યું કે, વડોદરાના પાંચ ફોટોગ્રાફર બોલીવુડની જાણીતી મ્યુઝિક કંપનીનું કામ કરે છે. તેઓ 20 દિવસ પહેલાં શૂટ માટે ગોવા ગયા હતા. તે એરપોર્ટથી ટેક્સીમાં હોટલ પહોંચ્યા હતા. હોટલ બીચ નજીક જ હતી.
આ દરમિયાન ત્યાં વરસાદ પડતો હોવાથી ફોટોગ્રાફરોએ પોતાના ફોન બેગમાં મુકી હોટલમાં જ મુકી દીધા હતા અને પાંચેય કેમેરા સહિતનો સામાન લઈને બિચ પર જતા રહ્યા હતા.
દરમિયાન સાયબર માફિયા એક્ટિવ થયા હતા. ભેજાબાજોએ વડોદરાના ગ્રુપ પૈકી એક લીડ ફોટોગ્રાફરના માતા-પિતાને પોલીસ બની ફોન કર્યો હતો કે, તમારો છોકરો ગોવામાં રેપ કેસમાં પકડાયો છે. તેઓ 5 મિત્ર સાથે છે. છોકરાને બચાવવો હોય તો રૂ.15 લાખ આપવા પડશે. તમારી પાસે અડધો કલાક છે.
ભેજાબાજોએ લીડ ફોટોગ્રાફરનો અવાજ કોઈ જગ્યાથી રેકોર્ડ કરી એઆઈના માધ્યથી ક્લૉન રેકોર્ડ કરી તે લીડ ફોટોગ્રાફરના જ અવાજની ઓડિયો ક્લીપ બનાવી હતી કે, ‘મારાથી ભૂલ થઈ ગઈ છે. આ લોકોને પૈસા આપી દો અને મને બચાવી લો’.
ત્યારે દીકરા સાથે જે મિત્ર ગોવા હતા તે તમામ લોકોને ફોટોગ્રાફરના માતા-પિતા ફોન કરતા હતા, પરંતુ કોઈ ફોન ઉઠાવતું નહોતું. પાંચ પૈકી એક સ્પોટબોય પાસે ફોન હતો અને તેણે લીડ ફોટોગ્રાફરની માતાનો ફોન ઉઠાવી લીધો હતો.
તેઓ સાથે વાત થયા બાદ કોઈ ઘટના ન બની હોવાની જાણ થઈ હતી.
માતા-પિતાએ દીકરા સાથે વાત કરતાં તે બીચ પર કામ કરે છે તેમ કહ્યું હતું. ત્યારે તેમને છેતરપિંડી થયાનું જાણવા મળ્યું હતું. ગ્રુપે વડોદરા સાયબર ક્રાઈમ પોલીસને અરજી કરી સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ કરાઈ હતી.
ટેક્સિવાળા ભેજાબાજો સાથે સંડોવાયેલા હોવાની આશંકા
સાઇબર એક્સપર્ટે કહ્યું કે, ગ્રુપે ટેક્સીવાળા સાથે તમામ વાત કરી હતી. તે ટેક્સીવાળાના સંપર્કમાં હતા. ગોવાનો ટેક્સીવાળો ઠગો સાથે સંડોવાયેલો હોય અને ગેમ ઉભી કરી હોવાની શંકા છે. તપાસ થાય તો બહાર આવી શકે છે.
પરિવારે સંતાનો સુરક્ષિત હોવાની ખરાઇ કર્યા બાદ પણ ઠગે રૂપિયા માગ્યા હતા પરિવાર સાથે ફોટોગ્રાફરે વાત કરી હોવા છતાં સંપર્ક કરતા ઠગોની ટ્રેપ હોવાનું ફોટોગ્રાફરના માતા-પિતાએ જાણી લીધું હતું. તેઓએ દીકરા સહિત ગ્રુપ સાથે વાત કરી હતી, વીડિયો કોલથી હકિકત જાણી હતી. જોકે તે બાદ પણ ભેજાબાજ ફોન કરી ઉઘરાણી કરતા હતા.
ટિપ્સ : જાહેરમાં જોરથી વાતો ન કરો, અવાજ રેકોર્ડ કરી A।થી દુરુપયોગ થશે
1. ફોનના ચાર્જિંગ કેબલ સાથે એડેપ્ટર પોતાનું ઉપયોગ કરવું જોઈએ. કોઈ અજાણી જગ્યાએ ચાર્જિંગ કેબલ ડાયરેક્ટ લગાવી ઉપયોગ ન કરવા જોઈએ. ડેટા લીક થઈ શકે છે.
2. જાહેર સ્થળોએ જોરથી કોઈ સાથે વાત ન કરવી જોઈએ. અવાજ રેકોર્ડ કરી તેનો એઆઈની મદદથી દુરૂપયોગ થઈ શકે છે.
3. પબ્લીક વાયફાયનો ઉપયોગ કરવો ન જોઈએ. તેના માધ્યમથી ડેટા લીક થઈ શકે છે.
4. કોઈ જગ્યાએ ફરવા ગયો હોવ તો અંગત વાત અજાણી વ્યક્તિ સાથે ન કરવી.
(સાયબર સુરક્ષા એક્સપર્ટ અર્જુન શર્માએ આપેલી સેફ્ટી ટીપ્સ)
વરસાદ હોવાથી ફોન હોટલમાં હતા, કોઈની વાત ન થતાં ઠગે લાભ ખાટ્યો દીકરાનો અવાજ સાંભળી, તે પાંચ મિત્ર સાથે ગોવા છે તે સાંભળી વિગત સાચી હોવાથી ફોટોગ્રાફરના માતા-પિતા સાચુ માન્યા હતા, તે રૂપિયાની સગવડમાં લાગ્યા હતા. પરિવારજનોનો ફોન કોઈ ઉઠાવતું નહોતું. કારણ કે ફોન વરસાદને લઈ હોટલે મુકાયા હતા. તે જાણી તકનો લાભ ભેજાબાજોએ ઉઠાવ્યો હતો.
Comments
Post a Comment